TRB મુદ્દે સરકારનો યુ-ટર્ન: TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય ગુજરાત સરકારે રાખ્યો મોકૂફ

TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Update: 2023-11-23 15:21 GMT

TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ જોડાયા હતા. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઇન જોડાયા હતા જેમાં નિર્ણય લેવાયો છે કે, TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર અત્યારે મોકૂફ રખાયો છે. અત્રે જણાવીએ કે, સરકારે આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ હતો. 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 TRB જવાન છે. 5 વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરવાનો ઉલ્લેખ હતો. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા. 3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરવાનું કહેવાયું હતુ. 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે.

DGPના પરિપત્રમાં શું હતો?



Tags:    

Similar News