વોટર આઈડી કાર્ડ નથી, છતાં પણ તમે વોટ કરી શકો છો, આમાંથી એક ડોક્યુમેન્ટની પડશે જરૂર.!

આજે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન છે. જે જિલ્લાઓમાં મતદાન યોજાશે

Update: 2022-12-05 02:27 GMT

આજે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન છે. જે જિલ્લાઓમાં મતદાન યોજાશે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. સવારે 8 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

જો તમે આમાંથી કોઈપણ જિલ્લામાં રહો છો, તો તમે પણ મતદાન કરી શકો છો. જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે વોટર આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો. જો તમારું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ. આવી સ્થિતિમાં પહેલા તમે તપાસ કરો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? જો તમારું નામ મતદાર યાદીમાં છે તો તમે આ દસ્તાવેજો બતાવીને મત આપી શકો છો. આવા તમામ નાગરિકો મતદાન કરી શકશે જેમનું નામ મતદાર યાદીમાં હશે. જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તમે મતદાર ઓળખ કાર્ડ વગર પણ મતદાન કરી શકશો. જો કે, આ માટે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત 12 પ્રકારના દસ્તાવેજોમાંથી કોઈપણ એક હોવું ફરજિયાત છે.

1. પાસપોર્ટ

2. ડ્રાઇવિંગ લાઇસન્સ

3. જો તમે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી છો અથવા PSU અને પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરતા હોવ તો કંપનીના ફોટો આઈડીના આધારે પણ વોટિંગ કરી શકાય છે.

4. પાન કાર્ડ

5. આધાર કાર્ડ

6. પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા જારી કરાયેલ પાસબુક.

7. મનરેગા જોબ કાર્ડ.

8. શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આરોગ્ય વીમા કાર્ડ.

9. પેન્શન કાર્ડ કે જેના પર તમારો ફોટો લગાવેલ છે અને પ્રમાણિત છે.

10. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ.

11. સાંસદ/ધારાસભ્ય/MLC દ્વારા જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ.

12. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ અનન્ય વિકલાંગતા ID (UDID) કાર્ડ.

Tags:    

Similar News