રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 તાલુકામાં વરસાદ, સાબરકાંઠાના તલોદમાં એક ઇંચ વરસાદ નોંધાયો

Update: 2023-08-27 04:07 GMT

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તેવી કરવામાં આવેલી આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. ધનસુરા, બાયડમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે.

અગાઉના વર્ષોની તુલનાએ આ વર્ષે ઓગષ્ટમાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી પાંચ દિવસ ઝરમર વરસાદનું અનુમાન છે. ઓગષ્ટમાં 85 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.રાજ્યમાં 5 દિવસ ઝરમર વરસાદનું અનુમાન છે.રાજ્યમાં ઓગ્સ્ટ મહિનો લગભગ વરસાદ વગરનો રહ્યો છે, આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, જોકે, રાજ્યના બાકીના ભાગોમાં સામાન્ય માણસો અને ખેડૂતો દ્વારા વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, 29 તારીખ પછી અહીં પણ વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે. આ પછી નવસારી, વલસાડ, તાપી અને દમણમાં હળવો વરસાદ રહી શકે છે.

Tags:    

Similar News