જામનગર : પ્રતિબંધિત વ્હેલ માછલીના એમ્બરગ્રીસના દ્રવ્ય સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી...

Update: 2022-01-31 03:55 GMT

જામનગર SOG પોલીસે ખંભાળીયાના એક શખ્સને પ્રતિબંધિત વ્હેલ માછલીના એમ્બરગ્રીસ (ઉલ્ટી) સાથે ઝાડપી પાડ્યો છે. આ દ્રવ્યની કિંમત આશરે એકાદ કરોડ રૂપિયા જેટલી થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર SOG પોલીસે આજે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારાકા જીલ્લાના ખંભાળિયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સના પાસેથી રૂપિયા એકાદ કરોડની કિંમતના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યો હતો. આ દ્રવ્યની હાલની બજાર કિંમત એકાદ કરોડ જેવી થાય છે. SOG પોલીસે આ શખ્સ સામે ફરિયાદ નોંધી આ રેકેટના મૂળ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે. જામનગર પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત મળી આવેલ એમ્બરગ્રીસના જથ્થાને જપ્ત કરી પોલીસે લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.

Tags:    

Similar News