જામનગર : અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાય, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ...

જામનગરમાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2021-12-08 10:27 GMT

જામનગરમાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તાલીમ શિબિરનો લાભ લીધો હતો.

કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુર્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જામનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેર મધ્યે આવેલ મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત લેખક અને વક્તા દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કેમ કરવી, ભણતર કેવું હોવું જોઈએ, જીવનમાં નિષ્ફળતાથી નિરાશ ન થવું અને આત્મહત્યા જેવા પગલાં ન લેવા જેવા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ અવસરે કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓએ વક્તા જય વસાવડાને પ્રશ્નોતરી કરી જરૂરી માહિતીઓ મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી નિતા વાળા અને વક્તા જય વસાવડા સહિત રમત ગમત કચેરીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News