જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે બનાવેલું સ્ટેજ તૂટી પડ્યું, પાંચ લોકો ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેના માટે એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જે તૂટી પડતાં સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરતા લોકો ઘાયલ થયા

Update: 2023-04-28 07:49 GMT

જામનગર શહેરના સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ કે જ્યાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનો મુખ્ય સ્ટેજ છે તે સેટ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે મ રાત્રીના 10.00 કલાકના અરસામાં અચાનક ટેક્નિકલ ખામીના કારણે સ્ટેજની કમાન વચ્ચેથી તુટી પડી હતી. આ દુર્ઘટનમાં 1 બાળકીને માથાના ભાગમાં ઇજા પહોંચી હતી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરતા કલાકારો અને શ્રમિક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે તમામ લોકોની સ્થિતિ સ્થિર છે. ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે,.

ત્યારે સ્થાપના દિનના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેના માટે એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જે તૂટી પડતાં સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરતા લોકો ઘાયલ થયા હતા અને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે જગ્યાએ તે જ ધરાશાય થયું ત્યાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ દુર્ઘટનામાં ચિંતન રાઠોડ, અંકિત બીપીનભાઈ વોરા, પિયુષ પંડ્યા અને અનસુમી પંડ્યાને ઈજા પહોંચી હતી.

Tags:    

Similar News