ગાંધીનગર: જાપાન કરશે ગુજરાતમાં રોકાણ

Update: 2021-09-09 07:49 GMT

ગુજરાતમાં આગામી સમય વાઇબ્રન્ટ સમિતિ નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જાપાન પણ રોકાણમાં ભાગીદારી કરવા જઈ રહ્યું છે આજ રોજ જાપાનના કોન્સ્યૂલ જનરલ યુત ડો. ફુકહોરી યાસુકાતાએ ગાંધીનગરની મુલાકાત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી .જેમાં આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિથી આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે પર રોકાણ માં સહભાગી થવાની વાત કરી કરી હતી.

જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રી યુત ડો. ફુકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં વિજય રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી જેમાં આગામી સમય યોજાનાર વાઇબ્રન્ટ સમિટ માં જાપાન રોકાણ કરવામાં ગુજરાત સાથે સહભાગી થવાની વાત કરી હતી. વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થા માં ભારત ભૂમિકા મહત્વની બની છે એફ.ડી.આઈ રોકાણમાં અને ઉદ્યોગોમાં વિકાસ માટે ભારત ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે.

જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રી યુત ડો. ફુક હોરી સુકાતા પણ ગુજરાત વિશે જણાવ્યું હતું કે ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાથી અને ઔધોગિક વિકાસથી પ્રભાવિત થયા હતા અને ગુજરાતમાં સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી.આ મુલાકાતમાં બેઠકમાં મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર, રાહુલ ગુપ્તા જેવા અધિકારી જોડાયા હતા જાપાન કોન્સ્યુલ જનરલ સ્મૃતિભેટ પણ આપવામાં આવી હતી.

Tags:    

Similar News