જુનાગઢ : જેલમાં કેદીઓ દ્વારા બર્થ-ડે પાર્ટીની ઉજવણી બાદ તપાસ, મોબાઇલ સહિત ગેરકાયદેસર વસ્તુ મળી આવી

જુનાગઢ જિલ્લાની જેલમાં કેદીઓ દ્વારા બર્થ-ડે પાર્ટી કરવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Update: 2022-02-11 06:43 GMT

જુનાગઢ જિલ્લાની જેલમાં કેદીઓ દ્વારા બર્થ-ડે પાર્ટી કરવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તપાસ દરમ્યાન જેલમાંથી મોબાઇલ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે.

જુનાગઢની જેલ આરોપીઓ માટે જાણે કે, સ્વર્ગ બની ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. જુનાગઢ જેલના કેદીઓએ નિયમોના લીરેલીરા ઉડાવી ઠાઠમાઠ સાથે જન્મદિવસની પાર્ટી કરતા ચકચાર મચી છે. જેલની અંદર કેદીઓ લાજવાને બદલે ગાજતા હોય તેમ બર્થ-ડે પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, ત્યારે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યના જેલ વડા સહીત 7થી 8 જેટલા ઉચ્ચ અધિકારીઓની ટીમ જુનાગઢ જેલ પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સતત 2 દિવસ તપાસ દરમ્યાન જેલમાંથી મોબાઇલ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ પણ મળી આવી છે. જેમાં 2 મોબાઈલ અને એક રાઉટર મળી આવ્યું હતું. જોકે, એક કી-પેડવાળો મોબાઈલ અને રાઉટર પાણીની ટાંકી નીચે છુપાવ્યા હતા, જ્યારે બીજો કિ-પેડવાળો મોબાઈલ કચરા પેટીમાંથી મળી આવ્યો હતો, ત્યારે હવે જેલના પ્રસાસનમાં ટૂંક સમયમાં જ કઈક નવાજૂની થવાની પણ શક્યતા વર્તાય રહી છે.

Tags:    

Similar News