કંડલા : 3 હજાર લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર: ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂ, તંત્ર ખડેપગે તૈનાત

અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે.

Update: 2023-06-13 08:14 GMT

અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે. ગાંધીધામ સંકુલમાં સોમવારના સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જે સાથે પવનની ગતી પણ અસામાન્ય રુપે વધારે જોવા મળી હતી. આજે આ પરિસ્થિતિ એક ડગલું આગળ વધીને વધુ અસર કરે તેવી સંભાવના છે. દરમ્યાન કંડલા પોર્ટેમાં 10નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે, જેનો સીધો અર્થ અતિ ગંભીર છે. જેથી સોમવારેજ કંડલાને ખાલી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, જે દરમ્યાન પોર્ટનું કામકાજ તો સંપુર્ણ ઠપ્પ કરી દેવાયું હતું તો આસપાસના લોકોના સ્થળાંતર માટે પણ તજવીજ હાથ ધરીને અંદાજે ત્રણેક હજાર લોકોનું અહીથી સ્થળાંતર કરાયું છે, જેમાંથી 1500 જેટલા કંડલાની સ્ટાફકોલોની ગોપાલપુરીના ત્રણ આશ્રય સ્થાનોમાંજ હોવાનું જાણવા મળે છે. અરબ સમુદ્રથી કચ્છની ખાડીને સ્પર્શીને સંભવીત રુપે જખૌ આસપાસ ટક્કર મારનાર ચક્રવાતથી કંડલામાં ઉભી થનારી પરિસ્થિતિ અંગે છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંવાદ અને ગણતરીઓના અંતે સોમવારે સવારે 9 નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ 10 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયું છે.

Tags:    

Similar News