ગુજરાત ATS દ્વારા પકડાયેલ ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર સૌરાષ્ટ્રનો કરણ વાઘ

ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનું રેકેટ પકડી તેને ડામવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે આ રેકેટમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

Update: 2022-06-10 05:19 GMT

ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનું રેકેટ પકડી તેને ડામવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે આ રેકેટમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જે આરોપી ઓનલાઇન ડ્રગ્સ રેકેટ નું વહેંચવાનું રેકેટ ચલાવતા હાટ તેનો મુખ્ય સૂત્રધાર કરણ વાઘ હોવાનું બહાર આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત એટીએસે પકડેલા ડ્રગ્સ રેકેટમાં ત્રણ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, કરણ વાઘ મુખ્ય સૂત્રધાર છે. ચરસના વટાણા થી શરૂ કરીને તેણે હસીશ એમડી, મિયાઉ મિયાઉ બ્રાઉન સુગર અને તમામ પ્રકારના ડ્રગ્સની ડિલ કરવાનું શરૂ કરી દીધું છે. પોતે ઈ કોમર્સ બિઝનેસ કરવા માટે પ્રયાસ કરતો હતો, પરંતુ બિઝનેસ ન ચાલતા તેણે તે જ બિઝનેસને ડ્રગ્સ બિઝનેસમાં કન્વર્ટ કરી દીધો છે. ધીમે ધીમે કોન્ટેક્ટ અને રૂપિયા વધતા તેના સંપર્કમાં રેવ પાર્ટીમાં ધનાઢ્ય પરિવાર સાથે થતાં ગયા હતા. એક અંદાજ પ્રમાણે તેને સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાની આસપાસ સૌથી વધુ રેવ પાર્ટી કરી છે.

આ પાર્ટીમાં ડ્રગ્સ દારૂ અને છોકરીઓ સામેલ રહેતી હતી. આ પાર્ટીમાં આયોજક અને તેના સમયની વિગત મેળવવા માટે એટીએસ દ્વારા કરણ વાઘને પકડવા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. કરણ વાઘના ટ્રાન્જેક્શન અને ડિલિવરી જાણવા માટે ઈ-કોમર્સ કંપની વિગત મેળવવામાં આવી રહી છે. સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા માલેતુજાર પરિવારના 300થી વધુ દીકરા-દીકરી નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, ધનાઢ્ય પરિવારના 300 યુવક-યુવતીના આર્થિક લેવડ દેવડના ટ્રાન્જેક્શન પણ મળી આવ્યા છે આમ આવનાર સમયમાં આ રેકેટમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે. 

Tags:    

Similar News