ખેડા : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે મળી બેઠક...

ખેડા જિલ્લામાં આગામી તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2022-02-09 03:20 GMT

ખેડા જિલ્લામાં આગામી તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંગેની એક બેઠક યોજાઇ હતી.

સમગ્ર રાજયમાં આગામી તા. ૨૪,૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેડા જિલ્લામાં આગામી તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળા અંગેની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જે તે વિભાગે કરવાની કામગીરીની રૂપરેખા જિલ્લા કલેટકરશ્રી દ્વારા આપવામાં આવી હતી. તેઓએ મહત્તમ લાભાર્થીઓને લાભ આપવા તેમજ એકના એક લાભાર્થીઓને જે તે યોજનાનો લાભ ફરીથી ન અપાય જાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Tags:    

Similar News