ખેડા : સરપંચોનો એક દિવસીય સેમિનાર યોજાયો, લાભાર્થીઓને લાભ મળે તે મુજબ કાર્ય કરવા અપીલ કરાય...

જનતાના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરકારે અમલી બનાવી છે. ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા ખેડા અને આણંદ જિલ્લાનો બૃહદ કાર્યક્રમ યોજાયો હતો

Update: 2022-05-27 14:49 GMT

જનતાના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરકારે અમલી બનાવી છે. ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા ખેડા અને આણંદ જિલ્લાનો બૃહદ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ અર્થે ખેડા અને આણંદ જિલ્લાના સરપંચોનો એક દિવસીય વર્કશોપ ઈપ્કોવાળા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે આગામી તા. ૨૯/૫/૨૦૨૨ના રોજ નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી ખેડા આણંદ જિલ્લાના સરપંચશ્રીઓને કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર આમંત્રણ સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા આપવામાં આવ્યું હતું. બૃહદ ખેડાના સરપંચોને સંબોધતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતુ કે, દેશમાં છ લાખથી વધુ ગામડાઓ આવેલા છે, અને પંચાયતી રાજ મુજબ ગ્રામ પંચાયતના સરપંચોને ૧૪મા અને ૧૫મા નાણાં પંચમા વધુ સત્તાઓ આપી ગ્રામ્ય વિકાસની કેડીનો માર્ગ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂકયો છે, ત્યારે ચૂંટાયેલા સરપંચોએ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર લાભ મળે તે મુજબ કાર્ય કરવા અપીલ કરતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ અપીલ કરી હતી. તેઓએ આઝાદીના જંગની ગાંધીજી-સરદાર સાહેબની જોડીને યાદ કરી હતી. તેમજ દેશના નાગરિકોના સર્વાગી વિકાસ માટે કામ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો પણ તેઓના પથ ઉપર ચાલવા માટે આભાર વ્યકત કર્યો હતો.

Tags:    

Similar News