ખેડા : રસીકરણ જાગૃતિ માટે ગાંધીવાદી શિક્ષકે કરી પ્રેરક સૂત્રોની અનોખી રચના

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા સરકારના અનેક જન અભિયાનમાં સદા અગ્રેસર રહી સહયોગી બની રહી છે.

Update: 2021-07-17 17:01 GMT

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા સરકારના અનેક જન અભિયાનમાં સદા અગ્રેસર રહી સહયોગી બની રહી છે. હાલ કોરોના મહામારી સામે પણ યોદ્ધા બની જોરદાર લડત આપી છે. માસ્ક વિતરણ, સેનિટાઈઝર વિતરણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ, આરોગ્ય કીટ વિતરણ, શાળા સેનિટાઈઝ, વિશાળ રંગોળીઓ અને પેઇન્ટિંગ દ્વારા તેમજ અનેક પ્રકારે જન જાગૃતિ લાવવામાં સફળ પ્રયાસ કરી રહી છે.

ગ્રામ્ય સમાજમાં સદા ઉપયોગી બની રહેતા શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટે કોરોના રસીકરણ જાગૃતિ માટે પોતે ૫૧ પ્રેરક સૂત્રોની રચના કરી છે, અને તે ગામના ૫૧ જાહેર સ્થળોએ ભીંત પર જાતે લખ્યા છે. સ્વખર્ચે તેમણે આ અભિયાન ગામમાં ચલાવ્યું છે. જેથી રસી અંગેની ગેરસમજ દૂર થાય સાચી સમજ થકી વધુ લોકો રસી લેવા પ્રેરાય. ગુજરાતના ખેડા જિલ્લામાં હજારેકની વસ્તી ધરાવતા વાલ્લા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકને લોકોએ દિવાલ પર કશુંક લખતા જોયા. થોડીવારમાં શિક્ષકે રંગમાં બ્રશ બોળીને દીવાલ પર લખ્યું "કોરોના સામે જંગ લડીએ બધાને સંગ", ત્યારે થોડા દિવસ પછી એમણે ઔર એક ભીંત પર સૂત્ર લખ્યું કે, "કોરોના મોટો અસુર, સાવધ રહે ચતુર" જેવા સૂત્રો લખી સમાજ જાગ્રુતિ માટે એ વિવિધ પ્રવુતિ કરતા રહ્યા છે. કોરોના અંગે જન જાગ્રુતિની નવતર પ્રવુતિ બદલ વાલ્લા સ્કુલ અને અન્ય સંસ્થાએ શિક્ષકને કોરોના યોદ્ધા તરીકે સન્માન્યા. એ લેખક, ચિત્રકાર, રંગોળી આર્ટીસ્ટ, પપેટીયરની બહુવિધ ઓળખ ધરાવે છે. એમ તો કોરોના સંક્રમણ અટકાવવા અને રસીકરણ જાગ્રુતિ માટે પચાસેક સુત્ર રચીને વાલ્લાની ભીંત પર લખ્યા છે.

Tags:    

Similar News