ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...

ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે.

Update: 2023-03-04 12:25 GMT

ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે. ગુજરાત રાજ્યના ગામડાઓમાં કૃષિક્ષેત્રે ધરતીપુત્રો અવનવા પ્રયોગો કરી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂત અર્જુનસિંહ ઝાલાએ પણ અનોખુ સાહસ કરી બતાવ્યુ છે.

Full View

જેમાં ખેતીના પૂરક એવા મધમાખી પાલનના વ્યવસાય થકી અર્જુનસિંહ ઝાલાએ પોતાની આવકમાં વૃદ્ધિ કરી છે. પ્રાયોગિક ધોરણે 100 મધપેટીથી શરૂઆત કરી, હાલ 1200થી વધુ મધ પેટીઓમાં મધમાખીઓનો ઉછેર કરવામાં આવ્યો હતો. મધમાખી ઉછેરની પેટી ખરીદીમાં પણ 55 ટકા સબસીડીનો લાભ લીધો હતો, ત્યારે મધમાખીના પાલનથી તેઓએ વાર્ષિક રૂ. 6 લાખથી વધુની આવક મેળવી છે. ખેડૂત અર્જુનસિંહ ઝાલાની પ્રેરણાથી ગામના અન્ય 19થી વધુ ખેડૂતો પણ હવે મધમાખી પાલનના વ્યવસાય સાથે જોડાયા છે.

Tags:    

Similar News