કુપોષણમુક્તથી સુપોષણયુક્ત બનવા તરફ ખેડા જિલ્લો કટિબદ્ધ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટના અઢી માસના અંતે કુલ 150માંથી 140 થી વધારે બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.

Update: 2023-12-26 12:14 GMT

કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટના અઢી માસના અંતે કુલ 150માંથી 140 થી વધારે બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે, ત્યારે કુપોષણમુક્તથી સુપોષણયુક્ત બનવા તરફ ખેડા જિલ્લો કટિબદ્ધ બન્યો છે.

ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ડૉ. આંબેડકર ભવન, નડિયાદ ખાતે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. અત્રે નોંધનીય છે કે, કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અઢી માસ પહેલા શરૂ થયો હતો. અઢી માસના અંતે જિલ્લાના 150 કુપોષિત બાળકોમાંથી 140 થી વધારે બાળકો અતિ કુપોષણમાંથી બહાર આવ્યા છે, અને 127 (85%) બાળકો અતિ કુપોષણમાંથી સામાન્ય કેટેગરીમાં આવ્યા છે. ઉપરાંત કુલ 59 જોખમી સગર્ભા પૈકી 32 સગર્ભાઓની સુરક્ષિત સંસ્થાકીય પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કુપોષણ ડામવાની કામગીરીથી સકારાત્મક વિશ્વાસ ઉભો થયો છે. આ કાર્યને વધુ પ્રગતિશીલ બનાવવા તેમણે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલિત પ્રયાસ કરવા સુચન આપ્યું હતું. ઉપરાંત કુપોષણ નાબુદી માટે આરોગ્ય વિષયક પગલાઓ સાથે સાથે સામાજિક કારણો જેમ કે, બાળલગ્ન વગેરને અટકાવવા સામાજિક સ્તરે પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત કુપોષણની સાથે ખેડા જિલ્લાને ટીબી મુક્ત ખેડા બનાવવાની દિશામાં પ્રયત્નો શરૂ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ ઉમદા કામગીરી બદલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રોજેક્ટ અંતર્ગત ફીલ્ડ પર કામગીરી કરનાર આંગડવાડી અને આશા વર્કર બહેનો, દૂધ મંડળીઓ અને દાતાઓના સહયોગને વિશેષ બિરદાવ્યો હતો.

Tags:    

Similar News