કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ ડાયલોગ હવે કોણ બોલશે? ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને થશે નવા હીરોની એન્ટ્રી....

પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે. કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે

Update: 2023-08-25 08:13 GMT

ગુજરાત ટુરિઝમ એટલે દરેકના મગજમાં કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ ડાયલોગ યાદ આવે. આ ડાયલોગ યાદ આવતા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચહેરો નજર સામે તરી આવે. વર્ષો સુધી ગુજરાત ટુરિઝમની એડમાં અમિતાભ બચ્ચનના આ ડાયલોગે જમાવટ કરી છે.

તેમના દમદાર અવાજને કારણે અનેક પ્રવાસીઓ ગુજરાત ખેંચાઈને આવ્યા. પરંતું હવે આ ડાયલોગ અન્ય સ્ટારના મોઢે સાંભળવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ નવા હીરોની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાત પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે. કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે. અમિતાભે મુંબઈમાં શૂટિંગ કરવા તૈયારીની વાત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએ આ અંગે હવે આખરી નિર્ણય લેવાશે. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવાશે.

એક દાયકા પહેલાં ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે. પરંતુ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં..ગુજરાત પ્રવાસન વિભાગ ના એડ કેમ્પિંગમાં નવા હીરોની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવા પોતાની અસમર્થતા બતાવી.

Tags:    

Similar News