કચ્છ : કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટું નુકશાન, ખેડૂતો ચિંતામાં મુકાયા...

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Update: 2024-04-18 11:40 GMT

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે કચ્છ જીલ્લામાં પણ ભારે વરસાદ ખબક્યો હતો, ત્યારે કચ્છના ખેડૂતોએ આ વર્ષે મોટા પ્રમાણમાં કેરીનો પાક તૈયાર કર્યો હતાઓ. જોકે, કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલો કેરીનો પાક બરબાદ થયો છે. કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકશાન થયું છે. તેમજ બાગાયતમાં દાડમ અને કેસર કેરી, ખારેકના પાકને નુકશાન થયું છે.

અત્રે નોંધનીય છે કે, બજારમાં કચ્છની કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનમાં ફેરફાર થતા ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે. આ વર્ષે ખેડૂતોની કેરીના ઉત્પાદનમાં વધારો થાય એવી આશા પર પાણી ફરી વળ્યુ છે. ચાલુ વર્ષે 50-60 ટકા કેસર કેરીના ઉત્પાદનની આશા હતી. પરંતુ આ વર્ષે 20 ટકા કેરીનો પાક બરબાદ થયો છે. કચ્છના ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવું પડશે. આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News