આજથી 5 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Update: 2022-07-23 06:30 GMT

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદ નોધાયો હતો.  

Tags:    

Similar News