ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો,સાત જિલ્લામાં વરસાદની આગાહી સાથે એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે.
વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિત અનેક વૃક્ષો ધરાશાયી થયા
ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી
ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.