નર્મદા : કેવડીયા ખાતે બે દિવસીય રમતગમતની 'નેશનલ કોન્ફરન્સ' નો પ્રારંભ,આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત

જિલ્લાના કેવડિયા ખાતે બે દિવસીય યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’ નો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કર્યો હતો,

Update: 2022-06-24 08:15 GMT

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બે દિવસીય યુવા બાબતો અને રમતગમતની 'નેશનલ કોન્ફરન્સ' નો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કર્યો હતો,જેમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજથી બે દિવસ દેશની પ્રથમ યુવા બાબતો અને રમતગમતની 'નેશનલ કોન્ફરન્સ' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે આવતીકાલે સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ પ્રધાન અમિત શાહની આ કોન્ફરન્સમાં હાજર રહેશે. ૨ દિવસીય કોન્ફરન્સમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન્સ રજુ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ખેલ રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયુ છે એ દિશામાં આ કોન્ફરન્સ એક માઈલ સ્ટોન સાબિત થશે. રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ આ કોન્ફરન્સ ગુજરાતમાં યોજાતા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News