નવસારી: ભરશિયાળે પણ સિંચાઈ વિભાગ દ્વારા પાણી કાપ અપાતા જીલ્લાવાસીઓ પરેશાન

નવસારી શહેરમાં પીવાના પાણી માટે શહેરમાં મુખ્ય દુધિયા તળાવ અને અન્ય એક તળાવમાંથી શહેરની બે લાખની જનતાને પાણી પૂરૂ પાડવામાં આવે છે

Update: 2022-12-15 09:09 GMT

નવસારી જિલ્લામાં ભર શિયાળે પાણી કાપ મુકાઈ રહ્યો છે કોઈક વાર પાણીની અછત તો કોઈકવાર નેહેરનું રીપેરીંગ સામે ધરી દેવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂત અને નગરજનો આ બાબતે તંત્રને પ્રશં કરી રહ્યા છે

કુદરતે મન મુકીને વરસાદ વરસાવ્યો છે જેને લઈને નદી નાળાઓ છલોછલ થઈ ગયા છે નદીઓ પર બાંધવામાં આવેલ બંધમાં પાણીની આવક ભરપૂર માત્રામાં થઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ પણે ભરાઈ ગયો છે અને આખું વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે પરતું નવસારી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળામાં નહેરનું રોટેશન ૪૦ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે શહેરમાં 50 ટકા પાણીકાપ મૂકી દેવામાં આવ્યો છે ..

અને શહેરીજનોને પાણી સાચવીને વાપરવા માટે નગરપાલિકાએ અપીલ કરી છે. હાલ નવસારી વિજલપોર નગરપાલિકા પાસે 20 દિવસ ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે પરંતુ ત્યારબાદ પાણી કેવી રીતે શહેરમાં પૂરું પાડશે એ પ્રશ્ન હાલ ઉભો થયો છે. નવસારી શહેરમાં પીવાના પાણી માટે શહેરમાં મુખ્ય દુધિયા તળાવ અને અન્ય એક તળાવમાંથી શહેરની બે લાખની જનતાને પાણી પૂરૂ પાડવામાં આવે છે અને આ પાણી નહેર મારફતે તળાવમાં ઠાલવવામાં આવે છે..

પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા શિયાળાની શરૂઆતમાં જ રોટેશન બંધ કરી દેવામાં આવ્યું છે જેની જાણ પાલિકાને કરવામાં આવતાં પાલિકા તંત્રે શહેરમાં ૫૦ ટકા કાપ મૂક્યો છે અને શહેરના લોકોને પાણી પૂરું પાડવા માટે બોરનું પાણી મિક્સ કરી પુરવઠો પૂરો કરવામાં આવે છે.

Tags:    

Similar News