નવસારી: ચીખલીમાં નિર્માણ પામી રહેલ એસ.ટી.બસ ડેપોનો સ્લેબ તૂટી પડ્યો,8 શ્રમજીવીઓ ઘાયલ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા એસ.ટી. ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Update: 2024-02-17 06:22 GMT

નવસારી જિલ્લાના ચીખલી ગામે નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ મજુરો ઘાયલ થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા એસ.ટી. ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીને 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઈજારો મળ્યો હતો જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ધડાકાભેર તૂટી પડતા આઠ જેટલા મજૂરો ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા.ઘાયલ કામદારોને ચીખલીની રેફરલ તથા આલીપર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ઈજારદાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે. મજૂરોના જીવ જોખમમાં મુકનાર કોન્ટ્રાક્ટર સામે બેદરકારી જણાય તો ઇજારદાર વિરુદ્ધ કડકાઈ ભર્યા પગલાં લેવાની ખાતરી આપી છે.. 

Tags:    

Similar News