નવસારી : "મેરા બાપ બદમાશ થા, મેં ભી બદમાશ હું", પોલીસ વાન સાથે યુવાનોએ બનાવ્યો વિડિયો..

પોલીસ PCR વાન સાથે યુવાનોએ કર્યા જોખમી સ્ટંટ, સ્ટંટના વિડિયો સોશિયલ મીડિયામાં થયા ખૂબ વાયરલ.

Update: 2021-09-07 10:24 GMT

નવસારીમાં પોલીસ વાનનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કેટલાક યુવાનોએ જોખમી સ્ટંટ કરતાં હોય તેવા વિડિયો બનાવ્યા હતા. જોકે, સ્ટંટના વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં પોલીસ ઉપર માછલાં ધોવાયા હતા, ત્યારે હવે યુવાનોને પોલીસ વાન સાથે વિડિયો બનાવવું ભારે પડ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં 3 યુવાનોની ઓળખ સાથે ધરપકડ કરી લીધી છે. આ સાથે જ 3 પોલીસકર્મીઓને પણ બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ખાખી વર્દીમાં કે, સરકારી કચેરીઓમાં ફિલ્મી ગીતો પર વિડિયો બનાવી વાયરલ કરવાનો સિલસિલો ગુજરાતમાં થંભી નથી રહ્યો. પોલીસ અને સરકારી કર્મચારીઓ ડિસિપ્લિન જોબ કરે છે. છતાં પણ કેટલાક પોલીસકર્મીઓ આવા પ્રકારનું ડિસિપ્લિન ચૂકી જતા હોય છે, અને તેઓના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે, ત્યારે અલ્પિતા ચૌધરીના વાયરલ વિડિયોનો વિવાદ શમ્યો નથી, ત્યાં ફરીવાર નવસારી જિલ્લામાં પણ એક આવા જ પ્રકારનો વિડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ કંટ્રોલ પી.સી.આર વાનમાંથી એક યુવક નીચે ઉતરીને જોખમી સ્ટંટ કરતો હોય તેવું જોવા મળે છે.

જોકે, આ વિડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપ્યો છે. બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં ઉભેલી પોલીસ વાનમાંથી ગૌરાંગ પટેલ સહિત 3 યુવાનોએ ફિલ્મી ગીત પર જોખમી સ્ટંટ કરતો આગળ આવે છે તેવો વિડિયો બનાવ્યો હતો. જોકે, એક સરકારી વાહનનો ઉપયોગ જોખમી સ્ટંટ કરવા બદલ ત્રણેય યુવકોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. આ સાથે જ બેજવાબદારી પૂર્વક ફરજ બજાવી સરકારી વાહન ખુલ્લુ મૂકી જનારા પોલીસકર્મીઓ વિરુધ્ધ પણ સસ્પેન્શનને લઈને કામગીરી કરવામાં આવી છે. સમગ્ર મામલે બેજવાબદાર પોલીસ પૈકી પોલીસ વાનના ઇન્ચાર્જ હિરેન પટેલ, ડ્રાઇવર ધર્મેશ પાટીલ અને પોલીસ જવાન પવન ભોયાને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે.

Tags:    

Similar News