“Now Or Never” : જામનગરમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર ઉષા મણી મેડમની બુકનું સાંસદ પૂનમ માડમ હસ્તે વિમોચન કરાયું...

શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને જાણીતા મોટિવેશનલ સ્પીકર ઉષા મણી મેડમની બુકનું વિમોચન સાંસદ પૂનમ માડમ હસ્તે કરવામાં આવ્યું હતું.

Update: 2023-09-11 10:51 GMT

જામનગરમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને જાણીતા મોટિવેશનલ સ્પીકર ઉષા મણી મેડમની બુકનું વિમોચન સાંસદ પૂનમ માડમ હસ્તે કરવામાં આવ્યું હતું.

જામનગરના વિશ્વકર્મા બાગમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવીદ અને મોટિવેશનલ સ્પીકર ઉષા મણિ મેડમની બુક “Now Or Never”નું વિમોચન જામનગરના સાંસદ અને ઉષા મેડમના જ શિષ્ય રહી ચૂકેલા પૂનમ માડમના હસ્તે કરવામાં આવ્યું હતું, આ તકે સાંસદ પૂનમ માડમે તેમની સ્કૂલ સમયની યાદો તાજી કરીને જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીનીના હસ્તે તેમના જ શિક્ષકની લખેલી પુસ્તિકાનું વિમોચન થાય એનાથી મોટી સિદ્ધિ જીવનમાં બીજી કોઈ જ ન હોઈ શકે, ત્યારે આ પ્રસંગે કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના હોદેદારો, શિક્ષકો અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચન કાર્યક્રમને સફળ બનાવવા નિરજ દતાણી, હિતુલ કારીયા અને નિશિનથવાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

Tags:    

Similar News