2 જૂને હાર્દિક કમલમથી કરશે ભાજપમાં પ્રવેશ, રાજ્યની રાજનીતિમાં નવાજુનીના એંધાણ

રાજ્યની રાજનીતિમાં નવાજૂની ના એંધાણ દેખાઈ રહયા છે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળો ને હવે અંત આવશે

Update: 2022-05-31 05:45 GMT

રાજ્યની રાજનીતિમાં નવાજૂની ના એંધાણ દેખાઈ રહયા છે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળો ને હવે અંત આવશે. કારણ કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે. 2 જૂનની આસપાસ હાર્દિક પટેલ કમલમમાં C.R પાટીલ ની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે.

કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિક અનેકવાર ભાજપનો રાગ આલાપે ચુક્યો છે અને હિંદુત્વના મુદ્દે કોંગ્રેસ પર વારંવાર પ્રહાર પણ કરે છે રામ મંદિર અને કલમ 370નો પણ ઉલ્લેખ કરતો આવ્યો છે સૂત્રોથી મળતી ખબર અનુસાર 2 જૂન આસપાસ હાર્દિક કમલમ માં પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે જેના માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે ભાજપ હાઈ કમાન્ડ તરફથી પણ આ બાબતે લીલી ઝંડી મળી ગઈ છે હાર્દિક પટેલ ખુબ જ નાની વયે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરીને ખુબ નામના મેળવી હતી. ત્યારબાદ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. બાદમાં સ્થાનિક નેતૃત્વથી કંટાળીને તેણે કોંગ્રેસ છોડી દીધી હતી. તાજેતરમાં હાર્દિક પટેલે ભાજપના કામોને વખાણ્યા છે અને પોતાના રાજીનામું પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ભાજપમાં જોડાવા અંગે ચર્ચા વહેતી થઈ હતી. પરંતુ આજે કન્ફર્મ થઈ ગયું છે કે હાર્દિક પટેલ સીઆર પાટીલની હાજરીમાં 2 જૂને કેસરિયો કરશે. બીજી બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. એટલે ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે અને હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાની તરફેણમાં કરી શકે છે.

Tags:    

Similar News