પાટણ : બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા 48 કલાકથી દેવગામમાં વીજ પુરવઠો ખોરવાયો..!

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા 48 કલાકથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો

Update: 2023-06-18 11:52 GMT

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે બિપરજોય વાવાઝોડાના કારણે થયેલ નુકશાન વચ્ચે છેલ્લા 48 કલાકથી વીજ પુરવઠો ખોરવાય જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા 48 કલાકથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો, ત્યારે આ મામલે ગામ લોકોએ રાધનપુર વિદ્યુત બોર્ડના અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં, વિદ્યુત બોર્ડના કર્મચારીઓ “અમારી પાસે કેબલ નથી” તેઓ જવાબ આપતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તેવામાં અંધારપટ બનેલા દેવગામમાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે વિદ્યુત બોર્ડ કચેરીએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા વિદ્યુત બોર્ડ દ્વારા દેવગામની સમસ્યા દૂર કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગણી કરી હતી.

Tags:    

Similar News