આગામી ચાર દિવસ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Update: 2023-06-11 04:24 GMT

આગામી ચાર દિવસ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

IMDના અનુમાન મુજબ બિપરજોય વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત પર નથી. બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાશે નહિ તેથી તેની ભીષણ અસર ગુજરાત પર નહી જોવા મળે. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે. જો કે આગામી 4 દિવસ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.

Tags:    

Similar News