રાજપીપળા : ઉત્તરાયણનાં બીજા દિવસે જય શ્રીરામનાં નારાઑથી આકાશ ગુંજી ઉઠ્યું

આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે.

Update: 2024-01-15 09:16 GMT

સમગ્ર રાજ્યમાં મકરસક્રાંતિનાં પર્વની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી, તો આ તરફ ઉત્તરાયણનાં બીજા દિવસે નર્મદા જિલ્લાનાં વડા મથક રાજપીપળા ખાતે રામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ઉમંગ છલકાયો હતો.

આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે. આ દ્રશ્યો છે રાજપીપળા શહેરના જ્યાં રંગબેરંગી પતંગો, બલૂનોથી આકાશ છવાઇ ગયું છે. તો ડીજેનાં તાલથી આકાશ ઝૂમતું જોવા મળી રહ્યું છે. જ્યાં એક તરફ ઉત્તરાયણનાં પર્વની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ રામનાં આગમનની પણ લોકોમાં ઉત્સાહની જ્યોત પ્રજવલ્લિત થઈ છે. આગામી 22 જાન્યુઆરીનાં રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને રાજપીપળા શહેરમાં અનેરો આનંદ રામ ભક્તોમાં દ્રશ્યમાન થયો હતો. રાજપૂત ફળિયામાં રહેતા પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ દ્વારા આભમાં જય શ્રીરામનો ધ્વજ લહેરાવી જય શ્રીરામનાં નારાઓથી આકાશ ગુજવ્યું હતું. પતંગ બાજોમાં રામ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Tags:    

Similar News