સાબરકાંઠા : મોતેસરી ગામમાં જળ બચાવવાનો અનોખો પ્રયાસ, પાણી બચાવો અભિયાન બન્યું વરદાનરૂપ

સમગ્ર રાજ્યમાં અભિયાન સ્વરૂપે જળ બચાવવાના પ્રયાસે તળાવો ઊંડા કરવાની કામગીરીને વેગ મળ્યો છે

Update: 2023-04-16 10:42 GMT

સમગ્ર રાજ્યમાં અભિયાન સ્વરૂપે જળ બચાવવાના પ્રયાસે તળાવો ઊંડા કરવાની કામગીરીને વેગ મળ્યો છે, ત્યારે સાબરકાંઠા જીલ્લાના મોતેસરી ગામમાં પણ તળાવ ઊંડું કરવાના પ્રયાસ સાથે પાણી બચાવો અભિયાન વરદાન સ્વરૂપ સાબિત થયું છે.

સાબરકાંઠા જીલ્લાના મોતેસરી ગામે છેલ્લા 4 વર્ષથી શરૂ કરાયેલું પાણી બચાઓ અભિયાન સ્થાનિકો માટે વરદાન સ્વરૂપ બની રહ્યું છે. આ ગામમાં જળસ્તર ઉપર આવી રહ્યા છે, ત્યારે જમીનની ખારાશ પણ અટકી છે, તેમજ લાઈટ બિલ સહિત સ્થાનિકોને અનેક ફાયદાઓ મળી રહી રહ્યા છે. મોતેસરી ગામે શરૂ કરાયેલું પાણી બચાઓ અભિયાન સ્થાનિકો માટે વરદાન સ્વરૂપ સાબિત થયું છે. એક તરફ દિન પ્રતિદિન ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. તો બીજી તરફ, રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત મોટાભાગના વિસ્તારોમાં ખેત તલાવડી તેમજ વિવિધ તળાવ ઊંડા કરવાનું મિશન હાથ ધરાયું છે.

જોકે ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા તેની હકીકતો સામે આવતા સમગ્ર ગુજરાત માટે આ ગામનો પ્રયાસ દિશા સૂચક બની રહે તો નવાઈ નહીં. સાબરકાંઠાના તલોદ તાલુકાના મોતેસરી કંપા ગામનું પાણી ખારું છે, જ્યારે આસપાસના વિસ્તારોનું પાણી મીઠું હોવાના પગલે સ્થાનિકોએ આ મામલે 4 વર્ષ પહેલા અભિયાન સ્વરૂપે જળ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. હાલના તબક્કે ચાલી રહેલા પાણી બચાવો અભિયાન આસપાસના ગામડાઓ માટે પ્રશંશા પાત્ર બની રહ્યું છે. સાથોસાથ ગામમાં પાણી બચવાના પગલે જળસ્તર ઉપર આવી રહ્યા છે, ત્યારે આવો જ પ્રયાસ અન્ય ગામડાઓ કરતા થાય તો પાણી મામલે ગુજરાત આત્મનિર્ભર બની શકે તેમ છે.

Tags:    

Similar News