સાબરકાંઠા: પ્રાંતિજમાં જુથ અથડામણ થતા પથ્થરમારો,7 લોકો થયા ઇજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં રાત્રી દરમ્યાન નજીવી બાબતે બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.

Update: 2023-05-05 10:06 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં રાત્રી દરમ્યાન નજીવી બાબતે બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.પથ્થરમારામા બે મહિલાઓ સહિત સાત લોકોને ઈજાઓ પોંહચી હતી

સાબરકાંઠાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમા કડીયા સથવાળા સમાજની વિશ્વકર્મા વાડી પાસે રાત્રીના સમયે જમણવાર ચાલુ હતો તે દરમ્યાન કેટલાક ઇસમો ઝઘડો કરતા હોય અને ગાળો બોલતા હોય જેને લઈને વાડી બહાર લગ્નપ્રસંગને લઈને ત્યાં ઉભેલ મહિલા દ્રારા ગાળ બોલવાની ના પાડતા ઝગડો કરતા યુવાનો દ્રારા મહિલાઓ ઉપર પથ્થર ફેંક્યા હતા અને ત્યારબાદ મામલો બિચક્યો હતો અને સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કુલ 7 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Tags:    

Similar News