રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાયુ, વિધાનસભામાં બહુમતીના આધારે લેવાયો નિર્ણય...

લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોર નિયંત્રણ માટે એક કાયદો લેવાનું નક્કી કર્યું હતું.

Update: 2022-09-21 10:41 GMT

લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોર નિયંત્રણ માટે એક કાયદો લેવાનું નક્કી કર્યું હતું. જોકે, આ સમગ્ર મામલે ભારે રાજકારણ ગરમાયા બાદ આખરે આજે ગુજરાત વિધાનસભામાં ભાજપે બહુમતીના આધારે આ વિધેયક પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પશુપાલન અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલ રખડતા ઢોર અંગેનો વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી, જ્યારથી આ વિધેયક પસાર થયો હતું, ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી દૂર કરવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછીપાની કરવી પડી છે, તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલ રખડતા ઢોર અંગેનો કાયદાને હવે વિધાનસભામાં બહુમતીના આધારે પરત ખેંચી હાલ પૂરતો મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકાર નમતું જોખ્યું છે. આ વિધેયક પરત ખેંચવા અંગેના રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા હતા. માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે, એવા સમયે ભાજપ સરકારને માલધારી સમાજની નારાજગી પોસાય તેમ નથી. એ જ કારણ છે કે, આજે મળેલા વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.

Tags:    

Similar News