સુરેન્દ્રનગર : સાધુના વેશમાં મંદિરના રસ્તા પૂછવાના બહાને લોકો પાસેથી લૂંટ ચલાવતો શખ્સ ઝડપાયો...

3 જેટલા શખ્શોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 8 હજાર આંચકી લઈ નાશી છૂટયા હતા

Update: 2023-08-28 08:28 GMT

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર રોકડ રકમ આંચકી જનાર એક આરોપીને પાણશીણા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામના પાટિયા નજીક 3 જેટલા શખ્શોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 8 હજાર આંચકી લઈ નાશી છૂટયા હતા. વિરમગામ જવાનો રસ્તો પુછવાના બહાને ગાડી પાસે બોલાવી રકમ આંચકી લીધી હોવાની પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે રોકડ રકમ આંચકી જનાર એક આરોપીને પાણશીણા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના હાથે ઝડપાયેલ શખ્સ અલગ અલગ વેશ ધારણ કરી લૂંટ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોય, ત્યારે આ શખ્સ સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ મંદિરના રસ્તા પૂછી લૂંટ ચલાવતો હતો. 3 શખ્સો પૈકી પાણશીણા પોલીસે કમલેશનાથ મદારીની રૂ. 4 હજાર રોકડ રકમ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂ. 3.19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં અન્ય જિલ્લામાં પણ આજ પેટર્નથી બનેલા બીજા અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા વચ્ચે પોલીસે અન્ય 2 શખ્સોને પણ ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

Tags:    

Similar News