સુરેન્દ્રનગર : રણ પ્રદેશમાં અગરિયાઓ "તરસ્યા", પાઇપલાઇન યોજના માટે દરખાસ્ત

કચ્છના નાના રણમાં મીઠું પકવતા 17168 અગરિયાઓ પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર છે.

Update: 2021-08-08 12:28 GMT

કચ્છના નાના રણમાં મીઠું પકવતા 17168 અગરિયાઓ પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર છે. નલ સે જલ યોજના હેઠળ રણ પ્રદેશમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન યોજના માટે દરખાસ્ત કરવામાં આવી છે.



રાજય સરકારની નલ સે જલ યોજના હેઠળ દસાડા તાલુકાના ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે અને ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કૂડા રણમાં 898.41 લાખના ખર્ચે પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત કરાઇ છે. જો આ યોજનાને મંજૂરી મળી જાય તો રણમાં મીઠું પકવતા અગરિયાઓને આઝાદીના 74 વર્ષે પાઇપલાઇન દ્વારા શુધ્ધ પીવાનું પાણી મળશે. સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં મીઠું પકવતાં કુલ 112 તેમજ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા અને કુડા રણ વિસ્તારમાં કુલ 38 એકમો આવેલા છે. દસાડા તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં દૈનિક 4,13,190 લીટર જયારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા-કુડાના રણ વિસ્તારમાં 1,01,850 લીટર પાણીની જરૂરીયાત રહે છે. હાલમાં આ બંને રણમાં ઘૂડખર અભ્યારણ્યમાં હાલમાં પાઇપલાઇન ન હોવાથી મીઠું પકવવાની સીઝન દરમિયાન એટલે કે દર વર્ષે નવેમ્બરથી જૂન માસ દરમિયાન 20 દિવસે એક વખત ટેન્કરો દ્વારા પાણી પુરવઠા વિભાગ દ્બારા રણ બેઠા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.

Tags:    

Similar News