સુરેન્દ્રનગર : વઢવાણના ટીંબા ગામે વીજ ચેકીંગમાં ગયેલી PGVCL ટીમ પર હુમલો, પોલીસ તપાસ હાથ ધરી...

વઢવાણ તાલુકાના ટીંબા ગામે વીજ ચેકીંગમાં ગયેલી ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં PGVCL વિભાગની ટીમ ચેકીંગ કરી રહી હતી.

Update: 2023-12-09 11:41 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ટીંબા ગામે વીજ ચેકીંગમાં ગયેલી ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં PGVCL વિભાગની ટીમ ચેકીંગ કરી રહી હતી. આ દરમ્યાન PGVCLના કર્મચારીઓ પર હુમલો થતાં વઢવાણ પોલીસ વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ટીંબા ગામ ખાતે બેફામ વીજ ચોરીની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાની બુમરાડો ઉઠવા પામી હતી. આથી વઢવાણ તાલુકાના ટીંબા ગામે PGVCL વિભાગ દ્વારા વીજ ચોરી ડામવા અચાનક દરોડા પાડવામાં આવ્યો હતો. વીજ વિભાગની ટીમ ટીમ્બા ગામે એક વ્યક્તિના ઘરે વીજ ચેકીંગ માટે ગયા હતા, ત્યારે અન્ય સ્થાનિક શખ્સે ગાળો આપી વીજકર્મીનો કોલર પકડી મોબાઈલથી પાડેલા ફોટા ડિલીટ કરવા જણાવ્યું હતું, અને વીજકર્મીને 2 ઝાપટ પણ મારી અન્ય 2 શખ્સોએ ઢીંકાપાટુનો માર મારી ફરીથી ગામમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ ત્રણેય શખ્સો વિરુદ્ધ PGVCLના અધિકારીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Tags:    

Similar News