સુરેન્દ્રનગર: પૂર્વ પ્રેમિકાએ યુવક સાથે એવુ કર્યું કે તમે વાંચી દંગ રહી જશો!

લીંબડીમાં યુવકે પ્રેમિકાને છોડી દેતા વિફરેલી નર્સિંગનું ભણતી યુવતીએ યુવક સાથે એવો કાંડ કર્યો કે યુવક જીંદગી ભર યાદ રાખશે ! જાણો શુ..

Update: 2022-12-17 05:01 GMT

આમ તો હાલ અનેક એવા છેતરપિંડી અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે જેમાં કોઈ યુવક અથવા યુવતીને પ્રેમના જાળમાં ફસાવીને પૈસા પડાવામાં આવે છે, અમુક વખત તો યુવક અથવા યુવતીના પ્રાઇવેટ તસવીરો લઈને બ્લેકઇમેલીંગ પણ કરવામાં આવે છે. હાલ આવી જ એક ઘટના લીંબડી માંથી સામે આવી છે જેમાં એક યુવતીનો પ્રેમ સફળ ન ગયો તો તેણે પોતાના પ્રેમીના આબરૂ ધજાગરા બનાવાનું મન બનાવી લીધું અને પ્રેમીની ફેક આઇડી બનાવીને એવો કાંડ કર્યો કે પીડિત યુવકનો પરિવારની આબરૂના કાંકરા થયા હતા.

લીંબડી હોસ્પિટલમાં બ્રધર તરીકેની નોકરી કરતો જયેશ ડાભી નામના યુવક સાથે આવી ઘટના બની હતી. જણાવી દઈએ કે જયેશ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો, એવામાં તેની ત્યાં કોલેજમાં જ અભ્યાસ કરતી એક યુવતી સાથે તેની આંખ મળી ગઈ. ધીરે ધીરે બંનેએ વાતચીત શરૂ કરી અને મળવા પણ લાગ્યા. એવામાં બંનેને એકબીજા સાથે ગળાડૂબ પ્રેમ થયો પરંતુ અચાનક જ જયેશને જાણ થઇકે તેની પ્રેમિકાના બીજા કોઈ યુવક સાથે પ્રેમ સબંધ ચાલી રહ્યા છે, આ વાતને ધ્યાનમાં રાખીને જયેશે યુવતીનો નંબર બ્લોક કરી દીધો અને વાત કરવાનું ટાળી દીધું.આ વાતથી ગુસ્સે ભરાયેલ યુવતીમાં બદલાની આગ ભભૂકી ઉઠી અને તેણે પીડિત જયેશના નામનું એક ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું જેમાં તે જયેશના નામપરથી અશ્લીલ તસવીરો શેર કરતી અને તેમાં જે કોઈ પણ ફ્રેન્ડ લિસ્ટમાં હોય તેઓ સાથે ખરાબ વાણિનો ઉપયોગ કરીને જયેશની છબી ખરાબ કરવા લાગી હતી. પોતાની અને પોતાના પરિવારની આવી બદનામી થતા જયેશે અંતે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, આ બાદ સ્થાનિક પોલીસ તપાસે લાગી ગઈ હતી જે બાદ પુરી વાત પ્રકાશમાં આવી હતી.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બોગસ એકાઉન્ટ પરથી જે મેસેજ કરવામાં આવી રહ્યા છે તે કોઈ યુવતી દ્વારા મોકલવામાં આવી રહ્યા છે, તપાસ આગળ વધારતા જાણ થઇ કે આવું બીજું કોઈ નહીં પણ જયેશની પૂર્વ પ્રેમિકા તેનો બદલો લેવા માટે કરી રહી છે.આવી ઘટનાઓ આજના યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે કારણ કે હાલના સમયમાં કોઈ પણ યુવક પ્રેમના જાળમાં આસાનીથી ફસાય જતો હોય છે, જેમાં અમુક વખત તો સાચો પ્રેમ હોય છે પરંતુ અમુક વખત મોટો સ્કેમ પણ થઇ શકે.

Tags:    

Similar News