સુરેન્દ્રનગર : લખતરના ઓળક ગામેથી ગેરકાયદેસર મઝર લોડ બંદૂક સાથે શખ્સ ઝડપાયો

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા તથા તેમની ખાસ એક્શન પ્લાન તૈયાર કરી એલ.સી.બીની ટીમ લખતર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી

Update: 2021-12-06 14:04 GMT

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા તથા તેમની ખાસ એક્શન પ્લાન તૈયાર કરી એલ.સી.બીની ટીમ લખતર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન એલ.સી.બી. ટીમને બાતમી મળેલ કે રહિમખાન કાળુ ડફેર પોતાની પાસે દેશી હાથ બનાવટની બંદુક રાખે છે અને હાલ બંદુક સાથે પોતાના ઝુંપડામાં હાજર છે. જે બાતમી હકીકત આધારે ઓળક ગામે રહેણાંકના ઝુંપડામાંથી આરોપી મહેબુબ ઉર્ફે રહિમ કાળુ નથવાણી ( રહે ઓળક તા.લખતર ) વાળો મળી આવતા તેના કબજામાંથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી.રૂા.2000ની મળી આવી હતી. તેણે આ હથિયાર પોતા દાદા હસનખાન નથવાણી ( રહે.ઓળકતા.લખતર ) વાળાનું હોવાનું જણાવતા મજકુર ઇસમો વિરૂધ્ધ લખતર પો.સ્ટે.માં હથીયાર ધારા એકટ મુજબ ગુન્હો રજી. કરાવવામાં આવ્યો છે.

Tags:    

Similar News