તાપી : વરસાદથી લોકોને થયેલ નુકશાનીનો સર્વે શરૂ, રૂ. 14 લાખથી વધુની સહાય ચૂકવાય

Update: 2022-07-14 16:48 GMT

વરસાદના કારણે નુકશાની સામે ટીમ દ્વારા સર્વે શરૂ

અત્યાર સુધી રૂ. 14 લાખથી વધુની સહાય ચૂકવાઈ

નુકશાન પામેલા 60 કાચા મકાનોની સહાય ચુકવણી

સમગ્ર ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી, ત્યારે તાપી જિલ્લામાં પણ ભારે વરસાદથી થયેલા નુકશાનની સહાય ચુકવવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં કુલ રૂપિયા 14 લાખથી વધુ સહાયની ચુકવવામાં આવી છે. અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બાદ પાણી ભરાવાથી નાગરિકોને થયેલ જાનમાલ સહિત પશુ મૃત્યુ જેવી ધટનાઓ બની હતી. જેનો અલગ અલગ ટીમ દ્વારા સર્વે કરીને નુકશાન વળતર ત્વરીત ચુકવણી કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News