ગુજરાત પર ચોમાસા ટાણે વાવાઝોડાનું સંકટ? અંબાલાલ પટેલની આગાહી

અરબી સમુદ્રમાં 5 જૂનની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Update: 2023-06-03 07:02 GMT

અરબી સમુદ્રમાં 5 જૂનની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન અંગે સંભાવના વ્યક્ત કરાઈ છે.

ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાના ખતરો તોળાઈ રહ્યો છે. જોકે, વાવાઝોડું દરિયામાં જ સમી જશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પછી હવે હવામાન વિભાગે પણ દરિયામાં સર્ક્યુલેશન ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આગામી અઠવાડિયે દરિયામાં હલચલ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ વાવાઝોડું કઈ તરફ આગળ વધશે અને તેની ગતિ કેવી હશે તે અંગે આગામી સમયમાં જણાવવામાં આવશે. કેરળમાં ચોમાસું આવે તેની રાહ જોવાઈ રહી છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલા અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 5 જૂન આસપાસ સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થઈ શકે છે અને 7 જૂન સુધીમાં લો પ્રેશર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News