જેના ગરબાથી નાના મોટા સૌ કોઈ જૂમી ઊઠે તે ‘ગરબા ક્વિન’ ઐશ્વર્યા મજમુદારનો આજે છે જન્મદિવસ....

ઐશ્વર્યા મજમુદાર આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવશે. તેને હિન્દી, ગુજરાતી તેમજ તેલૂગુ અને કન્નડ ભાષામાં ગીતો ગાયા છે.

Update: 2023-10-05 10:20 GMT

ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદાર આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવશે. તેને હિન્દી, ગુજરાતી તેમજ તેલૂગુ અને કન્નડ ભાષામાં ગીતો ગાયા છે.નવરાત્રી દરમિયાન તેના ગરબા ખૂબ જ ફેમસ છે. સુંદર સ્વર રેલાવતી આ ઐશ્વર્યા ક્યારે ગરબા ક્વિન બની તેની ખબર જ ના રહી. તેને ગુજરાતી ગરબાને એક નવું જ સ્વરૂપ આપીને પોતાની જગ્યા બનાવી એક લોકપ્રિય ગાયિકા બની ગઈ છે. માત્ર 3 વર્ષની નાની ઉંમરથી તેને સંગીતની ટ્રેનિંગ લઈને મ્યુઝિક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. મા મોગલના ગીત હોય કે પછી ગરબા હોય, હિન્દી ગીત હોય કે કોઈ કોન્સર્ટ હોય તે દરેક જગ્યાએ ધૂમ મચાવે છે

. તેને વર્ષ 2012માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. સિંગર તરીકે તેને અનેક એવોર્ડ પણ મેળવ્યા છે. અનેક રિયાલિટી શોમાં તેને હોસ્ટ પણ કર્યું છે. ગુજરાતી ફિલ્મ લવની ભવાઈમાં 'વ્હાલમ આવોને ', હેલારો મુવીનું ગીત 'અસવાર' તેમજ નાડીદોષનું ગીત 'ચાંદલિયો ઉગ્યો રે..'માં પોતાનો મધુર અવાજ આપ્યો છે. તે ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નવરાત્રી માટે સિંગિંગ કરવા જાય છે. સિડની, મેલબોર્ન અને ડિઝનીલેન્ડમાં લોકોને પોતાના ગરબાના તાલે થનગનાટ કરાવે છે.

Tags:    

Similar News