ચૂંટણી જાહેર થાય એ પૂર્વે રાજયમાં 27 બિન હથિયારધારી PIની બદલી

ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે.

Update: 2022-11-02 09:33 GMT

ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. એવામાં ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે.

Delete Edit

રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. એ માટે ખુદ રાજ્ય પોલીસવડાએ બદલીના આદેશ આપ્યા છે. ગૃહવિભાગે તાજેતરમાં જ રાજ્યમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. આ અગાઉ બિન હથિયારી 76 DySPની બદલી કરાઇ હતી. એ પહેલાં મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે. કલેક્ટરની બદલી તેમજ 26 મામલતદારોને પણ બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરાઇ હતી.

Tags:    

Similar News