વડોદરા : હરણી રોડ પર ટીમ્બર માર્ટમાં ફાટી નીકળી ભીષણ આગ, ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન !

દિપાવલી પર્વની શરૂઆત થતાંની સાથે આતશબાજી શરૂ થતાં વડોદરા શહેરમાં આગના બનાવોની પણ શરૂઆત થઇ ગઇ છે.

Update: 2021-11-02 03:54 GMT

દિપાવલી પર્વની શરૂઆત થતાંની સાથે આતશબાજી શરૂ થતાં વડોદરા શહેરમાં આગના બનાવોની પણ શરૂઆત થઇ ગઇ છે. હરણી રોડ પર ગદા સર્કલ નજીક આવેલા જલારામ ટીમ્બર માર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવી ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, હરણી રોડ પર ગદા સર્કલ નજીક આવેલા જલારામ ટીમ્બર માર્ટમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, ગોડાઉનમાં લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. આગના બનાવના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાય જવા પામ્યો હતો. ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. આ સાથે હરણી પોલીસ મથકનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવી સાવચેતીના ભાગરૂપે રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. બનાવની જાણ વીજ કંપની સહિત ફાયર બ્રિગેડને થતાં દોડી આવ્યા હતા. જ્યાં 5 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી લાશ્કરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ મોડી રાત્રે લાગી હોવાથી કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નથી, ત્યારે હાલ તો આગ લાગવાનુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News