વડોદરા : ગાંધીનગરથી પાવાગઢ જતી બસે બાઈકને લીધી અડફેટે, બે સગાભાઈ સહિત 3 ના મોત

Update: 2023-04-10 03:46 GMT

વડોદરા નજીક હાલોલ રોડ પર કોટંબી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરથી પાવાગઢ જતી બસની અડફેટે બાઈક આવતા આ અકસ્માતમાં સર્જાયો હતો. એસટી બસની ટક્કર વાગતા બાઈક સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રવી વસાવા( ઉંમર- 20), રોશન વસાવા (ઉંમર 22) બંન્ને સગાભાઈ સહિત 15 વર્ષીય રાજેશ નાયકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. ત્રણેય આશાસ્પદ યુવાનોના મોતથી અમરેશ્વર પુરા ગામમા માતમ છવાયો છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા.

Tags:    

Similar News