વલસાડ : મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે "મારી વ્યથા મને માર્ગદર્શન" અંતર્ગત વર્કશોપ યોજાયો

મહિલા સામખ્ય વલસાડ, શિક્ષણ વિભાગ, દ્વારા મારી વ્યથા મને માર્ગદર્શન એક દિવસીય વર્કશોપ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે યોજવામાં આવ્યો હતો.

Update: 2022-05-20 14:29 GMT

મહિલા સામખ્ય વલસાડ, શિક્ષણ વિભાગ, દ્વારા મારી વ્યથા મને માર્ગદર્શન એક દિવસીય વર્કશોપ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે યોજવામાં આવ્યો હતો.

આજના યંત્રવત યુગમાં દરેક વ્યકિત માનસિક રીતે તકલીફમાં હોય તેના કારણે સમાજમાં તણાવ વધવાની સાથે અપમૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. યોગ્ય માર્ગદર્શન થકી તેઓના પ્રશ્નોનો ઉકેલ મળી શકે, એક સશકત સમાજનું નિર્માણ થાય, તણાવ મુકત રીતે જીવન જીવી શકે તે માટે આવી જ મનો વ્યથાને લઈ આ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના મનોચિકિત્સક ડો. મૈત્રી દેસાઈ ઘ્વારા માહિતી તથા ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. સાથે સાથે હોસ્પિટલની મુલાકાત કરી તેની સુવિધાઓ તથા સેવાઓ બાબતે સ્ટાફ દ્વારા ખુબ ઝીણવટથી માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ધરમપુર, કપરાડા તથા પારડી તાલુકા બહેનો સહભાગી થયા હતા. વર્કશોપને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય વલસાડની ટીમે જહેમત ઉઠાવી હતી.

Tags:    

Similar News