વલસાડ : બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ રહ્યા હાજર

ત્રણ ત્રણ વખત રદ થયા બાદ અંતે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાનો પ્રારંભ થયો છે

Update: 2022-04-24 11:04 GMT

ત્રણ ત્રણ વખત રદ થયા બાદ અંતે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષનો પ્રારંભ થયો છે .

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લાના ૪૩ કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા ૧૬૩૧પ પૈકી ૭૨૭૯ એટલે કે ૪૪.૬૨ ટકા વિદ્યાર્થીઓ હાજર જ્યારે ૯૦૩૬ એટલે કે પપ.૩૮ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. આજે યોજાયેલી પરીક્ષામાં કોઇ ગેરરીતિનો કેસ નોંધાયો ન હોવાનું વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

Tags:    

Similar News