"We learn to serve" : ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાય

ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી કોન્ફ્રરેન્શ હોલ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.

Update: 2022-09-23 14:16 GMT

ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી કોન્ફ્રરેન્શ હોલ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.

જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી બાળકોમાં શિસ્તતા અને નિયમિતતા વધશે. બાળકોને પોલીસની સેવાકીય પ્રવૃતિઓની જાણકારી રેહેશે. વધુમાં કલેકટરએ જણાવ્યું કે,આ પ્રોજેક્ટ રાજ્યના સુરક્ષા તંત્ર અને શૈક્ષણિક તંત્ર વચ્ચે સર્જનાત્મક જોડાણ સાબીત થશે. પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે તેમજ વાહન વ્‍યવહાર વિભાગ, વન વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ, માહિતી વિભાગ, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા રમત ગમત વિભાગ, ઉર્જા વિભાગ તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની મદદથી SPC પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં અમલમાં મુકવામાં આવશે SPC પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ બાળકો ભારતના કાયદા અને કાનૂન વ્યવસ્થા વિષે જાણકારી રહે તેમજ બાળકો સ્વૈચ્છાએ કાયદાનું પાલન કરે, ન્યાય પ્રણાલીને આદર આપે તેવી યુવા પેઢીનું ઘડતર કરવું. તથા તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવી, બિનસંપ્રદાયીક વર્તન અને નિસ્વાર્થ સમાજ સેવા કરી તેવી યુવા પેઢીનું સર્જન કરવું તે આ પ્રોજેક્ટનું મુખ્ય હેતુ છે. આ સાથે જ ગુજરાત કાયદાકીય સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ સાથે રહી વિદ્યાર્થીઓ તથા તેમનાં સમુદાયમાં કાયદા અંગે જાગૃતતાં લાવવા SPC ને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તૈયાર કરશે.

Tags:    

Similar News