શું કોંગ્રેસ ગુમાવશે નેતા વિપક્ષનું પદ?,વિધાનસભા સચિવે વાંચો શું આપ્યું અલ્ટિમેટમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનાર ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં નેતા વિપક્ષનું નામ નક્કી નથી કરી શકી

Update: 2023-01-11 06:19 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર નો સામનો કરનાર ગુજરાત કોંગ્રેસ વિધાનસભા માં નેતા વિપક્ષ નું નામ નક્કી નથી કરી શકી ત્યારે ગુજરાત વિધાનસભાના સચિવ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ને પત્ર લખી તાકીદ કરી છે કે તે વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ મોકલી આપે.નેતા વિપક્ષ માટેની સમય મર્યાદા 19મી જાન્યુઆરી સુધીની છે. પોતાના વિપક્ષના નેતા નિમણૂક કરવા હોય તો 19 જાન્યુઆરી સુધીમાં વિધાનસભા સચિવને કોઈ એક નામ કોંગ્રેસના ધારાસભ્ય નું વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરી મોકલી આપવું પડશે. જો આ સમય મર્યાદામાં નામ જાહેર નહીં કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષ પદ પણ ગુમાવવું પડશે. વિધાનસભાની તાકીદ ને પગલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કમાન્ડને આ મામલે જાણ કરી છે. અર્જુન મોઢવાડિયાએ વિપક્ષી નેતા બનવાના માટે અનિશ્ચા દર્શાવી છે. આ તરફ સિન્યોરીટી જોતા શૈલેષ પરમાર નું નામ ટોપ પર ચાલી રહેલું છે. વિપક્ષી નેતાની રેસમાં સી. જે. ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી નેતા બની કાર બંગલો લેવા કોંગ્રેસમાં પણ આંતરિક યુદ્ધ જામ્યું છે. આંતરિક ખટરાગના પરિણામને કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી કરી શકાતી નથી.

Tags:    

Similar News