અપુરતી ઉંઘથી કિડની ખરાબ થાય છે

Update: 2016-03-19 07:30 GMT

નિયમત ઓછા કલાક ઉંઘતા લોકોની કિડનીની ક્ષમતા બહુ જલદીથી જવાબ દઇ દે છે. એવુ એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાં નિદ્રાવસ્‍થામાં પણ કલીનીંગની પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે. એટલે જ આપણે રેગ્‍યુલર સમયે ઉંઘી અને ઉઠી શક્યે એ જરૂરી છે. બોડીની આંતરીક કિલીનીંગ પ્રોસેસ એક રિધમમાં ચાલે છે જેને સર્કાડિયન રિધમ કહેવાય છે. જયારે ઉંઘવાનો સમય ઓછો થઇ જાય ત્યારે આંતરીક અવયવોનાં આરામ અને સ્‍વચ્‍છતાનાં કાર્ય અધુરા રહી જાય છે. નેચરલ સાઇકલ મુજબ પુરતી ઉંઘ ન મળે તો એનાથી ઉત્‍સર્જનતંત્ર સાથે સંકળાયેલા મુખ્‍ય અવયવોમાં ગરબડ થઇ શકે છે.રિસર્ચરોએ ,ર૩૮ પાર્ટિસિપન્‍ટસની ઉંઘ અને ઉત્‍સર્જનતંત્રની હેલ્‍થ તપાસીને તારવ્‍યું હતું કે અપુરતી અને ઓછી ઉંઘ લાંબા ગાળે કિડની ડેમેજ કરે છે.

Similar News