કોફી તમારા મગજનું વાયરીંગ ચેન્જ કરી નાખી શકે છે

Update: 2016-02-22 08:24 GMT

જેમ સવારે બ્રેકફાસ્‍ટ કરવામાં ન આવે તો મગજમાં ખાસ પરિવર્તન થાય છે એવું જ કંઇક કોફી પીવાથી થાય છે. એક રિસર્ચરે દોઢ વર્ષ સુધી અઠવાડિયામાં બે વખત પોતાના જ મગજની મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજિંગ ટેસ્ટ કરીને નોંધયુ છે કે મગજને કેફીન મળે ત્યારે અને ન મળે ત્યારે બંને વખતે એની એક્ટિવિટીમાં બદલાવ આવે છે. કેફીનનું લેવલ ઓછું હોય ત્યારે મગજના ચોક્કસ ભાગમાં એક્ટિવિટી વધુ સગન બને છે. કેફીનનો ડોઝ વધુ લેવામાં આવે ત્યારે મગજમાં સેન્સર્સ કન્ટ્રોલ કરતા નેટવર્કની એક્ટિવિટીમાં બદલાવ જોવા મળે છે. આ બદલાવ સારો છે કે ખરાબ એ હજી સુધી નક્કી નથી થઇ શક્યું. પણ એક વાત ચોક્કસ છે કે કોફી પીવાથી મગજમાં નાનો અમથો બદલાવ જરૂર આવે છે.

Similar News