તમારી પાસે પણ છે આ જાતિના શ્વાન? કેન્દ્રએ 23 જાતિના ડોગ પર મૂક્યો પ્રતિબંધ, જુઓ લિસ્ટ

Update: 2024-03-15 03:26 GMT

છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં કૂતરાઓના હુમલા વધી રહ્યા છે. ઘણા લોકો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે જેમણે જીવ ગુમાવ્યો છે. તેથી સરકારે ખતરનાક શ્વાનને લઈને મોટો નિર્ણય લીધો છે.

સરકારે પીટબુલ્સ અને બુલડોગ્સ જેવા માનવો માટે જોખમી શ્વાનની આયાત, સંવર્ધન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આવા શ્વાનના વેચાણ અને સંવર્ધન માટે લાયસન્સ અને પરમિટ આપવાનું બંધ કરવા સૂચના આપી છે.દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ખતરનાક શ્વાનના સંવર્ધન પર એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારે આવા ખતરનાક શ્વાન પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પિટબુલ, રોટવીલર, ટેરિયર, વુલ્ફ ડોગ અને માસ્ટિફનો સમાવેશ થાય છે. તેમની આયાત, સંવર્ધન અને ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે, રાજ્યોને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓને તેમના રાજ્યની સ્થાનિક સંસ્થાઓ સાથે વાત કરવા અને પ્રતિબંધનો અમલ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર તમામ હિતધારકો સાથે વાત કરીને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.જે લોકો પાસે પહેલાથી જ આ જાતિના કૂતરા છે, તેમને નસબંધી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ પ્રજનન ન કરી શકે. જે પ્રજાતિઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે તેમાં લગભગ બે ડઝન જેટલા ખતરનાક કૂતરાઓનો સમાવેશ થાય છે. જેમાં પિટબુલ અને રોટવીલર જેવા કૂતરા પણ સામેલ છે. આ ઘટનાઓ સતત પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ખતરનાક કૂતરા પાળવા અંગે જરૂરી આદેશો જારી કર્યા હતા.પીટબુલ, ટેરિયર્સ, અમેરિકન બુલડોગ અને રોટવેઈલર જેવા ખતરનાક કૂતરાઓ રાખવા માટેના લાઇસન્સ પર પ્રતિબંધ અને રદ કરવાના મુદ્દે કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો હતો. સરકારને ત્રણ મહિનામાં નિર્ણય લેવા જણાવાયું હતું.

Tags:    

Similar News