રાહતના સમાચાર: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની પિકનો આજે છેલ્લો દિવસ ! વાંચો કોણે કર્યો દાવો

ગુજરાતમાં આજે કોરોનાના પીકનો છેલ્લો દિવસ છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં પીક આવી ગઈ છે.

Update: 2022-01-19 06:47 GMT

દેશમાં કોરોનાની ત્રીજી લહેર લઈને IITના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરના અભ્યાસનાં પરિણામ જાહેર કર્યાં છે. એમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર દરમિયાન રોજ ચાર લાખથી વધુ કેસ આવવાની શક્યતા નથી. ગુજરાતમાં આજે કોરોનાના પીકનો છેલ્લો દિવસ છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં પીક આવી ગઈ છે. દેશની વાત કરવામાં આવે તો 23 જાન્યુઆરીએ પીક આવી શકે છે.

આ સ્ટડી કોવિડ ટ્રેકરના મોડલના આધારે કરવામાં આવ્યો છે. એ મુજબ દિલ્હી અને મુંબઈ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પીક પર પહોંચી ગયાં છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અગ્રવાલ સૂત્ર સંકુલના રિસર્ચર પૈકીના એક છે. તેઓ કોવિડના આંકડાઓને લઈને મહામારી પર શરૂઆતથી નજર રાખી રહ્યા છે. એ મુજબ કોરોના પરિભ્રમણ પથ સમગ્ર દેશમાં બદલાઈ ગયો છે. આ માટે બે કારણ હોઈ શકે છે.

એક તો એ કે નબળી ઈમ્યુનિટીવાળાઓમાં ઓમિક્રોનનો ફેલાવો ધીમો થયો છે અને બીજું કે એનો ભોગ બનનાર સંભવિત વસતિના સમૂહમાં એ ફેલાઈ ચૂક્યો છે.સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 જાન્યુઆરી સુધીના આંકડાઓ પરથી એ સંકેત મળે છે કે 23 જાન્યુઆરી સુધીમાં દેશમાં પીક આવી શકે છે અને લગભગ 7.2 લાખ કેસ રોજ મળી શકે છે. જોકે સંક્રમણનો વાસ્તવિક માર્ગ પહેલાં કરતાં ઘણો બદલાયો છે. આ કારણે પીકના સમયે 4 લાખ કેસ પ્રત્યેક દિવસે આવવાની શક્યતા નથી.

Tags:    

Similar News